News
એટીએસ બી.જે.દેસાઇએ તેમની ફરજો યોગ્ય રીતે બજાવતાન હોવાનું માલુમ પડતાં નિયામક એસ. એચ.જોષીએ એટીએસ દેસાઇને તાત્કાલિક અસર થી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો
વલસાડમાં ધરમપુર રોડ ઉપર આવેલી ડિવિઝન કચેરીમાં 31 જાન્યુઆરી 2022ના રોજ નવા નિયામક સંજય જોષીની ચેમ્બરમાં વલસાડ વિભાગના તમામ ડેપો મેનેજરો સાથે એક મીટિંગનું આયોજન કરાયું હતું.જેમાં વિભાગીય પરિવહન અધિકારી મારફત પરિવહન શાખાના એટીએસ બી.જે.દેસાઇને તમામ ડેટા બાબતે અગાઉથી સૂચિત કરી ડેપો વાઇઝ ઓછાં ઇપીકેએમ લાવતી ટ્રીપોની યાદી, રેગ્યુલારિટી, જીપીએસ મોનિટરિંગ વિગેરેની કામગીરી સોંપવામાં આવી હતી,પરંતું એટીએસ દ્વારા કોઇ જ પ્રકારની તૈયારી કર્યા વિના મીટિંગમાં હાજર થઇ ગયા હતા.
નિયામક સંજય જોષી દ્વારા એસટી વિભાગને ગતિશીલ બનાવવા માટે આહવા, નવસારી, વલસાડ, બીલીમોરા, વાપી, નારગોલ ઉમરગામ સહિત ડેપોના તમામ મેનેજરો સાથે ટ્રાફિક સંચાલન અને ટ્રીપોને લગતાં મહત્વના મુદ્દાઓ પર વિશેષ મીટિંગનું આયોજન કરવવામાં આવ્યું હતું.
જેના જાણકારી અગાઉથી અધિકારીઓને આપી દેવામાં આવી હતી અને તે બાબતના તમામ પ્રશ્ને ચર્ચા પરામર્શ અને વિગતો વિસ્તૃતપણે રજૂ કરવાની તૈયારી કરીને આવવાનું હતું,પરંતું આ બેઠકમાં એટીએસ બી.જે.દેસાઇએ તેમની ફરજો યોગ્ય રીતે બજાવતા ન હોવાનું માલુમ પડતાં નિયામક એસ.એચ.જોષીએ એટીએસ દેસાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment