News
વાપી નજીકના નામધા અને ડુંગરી ફળિયાના બે અલગ અલગ મંદિરોમાં ચોરટાઓ દાન પેટી ની રકમ ઉપાડી ગયા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
વાપી નામધા સ્થિત ભવાની માતા મંદિરમાં એક તસ્કર પ્રવેશી તિજોરીમાંથી રૂપિયાની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. જ્યારે ડુંગરા સ્થિત રામ મંદિર અને શ્રી દક્ષિણેશ્વર હનુમાન મંદિરમાં પણ આ જ રીતે તસ્કરો ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. જે અંગે પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરાઇ છે. વાપી નામધા સ્થિત સ્ટાર સિટી ની બાજુમાં આવેલ ભવાની માતાના મંદિરમાં સોમવારે મોડી રાત્રે એક ઇસમ દ્વારા ચોરીની ઘટના બની છે.મંદિરના ટ્રસ્ટી નિલેશ આર.પટેલએ મંગળવારે ટાઉન પોલીસને લેખિતમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે, મંદિરના દક્ષિણ દિશા તરફથી તાળુ તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું.
સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા એક ઇસમ તિજોરી તોડતા નજરે ચઢે છે. જેમાંથી આશરે પાંચ હજાર રૂપિયાની ચોરી થયા હોવાની આશંકા છે. બનાવની જાણ મંદિરના પૂજારીએ ટ્રસ્ટીઓને કરતા આ અંગે પોલીસને જાણ કરાઇ હતી.જ્યારે સોમવારે રાત્રિના સમયે જ ડુંગરા સ્થિત રામ મંદિર અને શ્રી દક્ષિણેશ્વર હનુમાન મંદિરમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. આ બંને મંદિરમાંથી પણ ચારથી પાંચ હજાર રૂપિયાની ચોરી થયા હોવાનું અનુમાન ટ્રસ્ટીઓ લગાવી રહ્યા છે. ત્રણેય મંદિરમાં લગાવેલા કેમેરાના ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment