News
ધરમપુર તાલુકાના આવધા ગામે વ્યાયામ શાળાનું લોકાર્પણ કરાયું
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૨૧: વલસાડ જિલ્લા ના ધરમપુર તાલુકાના આવધા ગામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના સૌજન્યથી નિર્મિત તેમજ ગ્રામ પંચાયત આવધા અને રેઇનબો વોરીયર્સ ધરમપુર સંચાલિત સાકાર વ્યાયામ શાળાનું લોકા ર્પણ મોટાપોંઢા કૉલેજના નિવૃત્ત પ્રાચાર્ય બી. એન. જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ અવસરે બી.એન.જોષીએ જણાવ્યું હતું કે, જીવનમાં તંદુરસ્તીની જાળવણી તેમજ રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ફિટનેસનું મહત્ત્વ છે. લોકો તન અને મનથી તંદુરસ્ત રહે, એમનું જીવન નિરોગી બને એ માટે આવધા મુકામે સાકાર વાંચન કુટીર ખાતે સાકાર વ્યાયામ શાળા ખુલ્લી મૂકવામાં આવી છે. જેનો ગામના યુવાનોને વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ભારતીય બ્લાઈન્ડ ક્રિકેટ ટીમના ખેલાડી ઓ ગણેશભાઈ મુહુડકર તથા અનિલભાઈ ગારિયા નું શાલ ઓઢાડી, ફળાઉ છોડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત સભ્ય રમીલાબેન, મનાલા સરપંચ જયેન્દ્ર ગાંવિત, મરઘમાળ સરપંચ રજનીકાંત પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સુરેશભાઈ મોકાશી, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવજીભાઈ વૈજલ, જયેશભાઈ પટેલ, દિનેશ કુંવર, અશોક પટેલ, ડૉ. વિરેન્દ્ર ગરાસિયા, મહેશભાઈ ગરાસિયા, હિનલભાઈ પટેલ, કમલેશભાઈ માહલા, છોટુભાઈ ગાંવિત, વલ્લભભાઈ નિકુલિયા, પુખરાજ અગ્રવાલ, જયંતિભાઈ પટેલ, વલ્લભભાઈ વૈજલ તથા યુવાનો સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના આગેવાન વિજયભાઈ દળવી તથા સાઈ સેવા સહયોગ ગ્રુપ આવધાના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન આવધા પ્રાથમિક શાળાના શિક્ષક, રેઇનબો ગ્રૂપના કો. ઓર્ડીનેટર શંકરભાઈ પટેલ, સભ્યો મિતેશ પટેલ, અંકિત પટેલ, મનીષ પટેલ, મેહુલ નાયકા તેમજ તેજસ પટેલે કર્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment