News
નહેરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા જિલ્લા સ્તરીય યુથ પાર્લામેન્ટ-૨૦૨૨નો વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા.૨૧: યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર વલસાડ દ્વારા વિડિયો કોન્ફરન્સ મારફતે જિલ્લા સ્તરીય યુથ પાર્લામેન્ટ -૨૦૨૨ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં વલસાડ, ડાંગ, દમણ અને સેલવાસના પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો.
આ અવસરે જિલ્લા યુવા અધિકારી સત્યજીત સંતોષે જણાવ્યું હતું કે, યુથ પાર્લામેન્ટ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડે છે, જેથી યુવાનો પોતાનામાં રહેલી પ્રતિભાને બહાર લાવી શકે તેમજ યુવાનોને લાગતી બાબતોને જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે સાંભળી શકાય.આ કાર્યક્રમમાં અતુલ્ય ભારત, આયુષ્માન ભારત, બેટી બચાવો બેટી પઢાઓ, કુશલ ભારત, ડિજિટલ ઈન્ડિયા અને સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત જેવા વિષયો પર વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે દમણના રીટાયર્ડ જિલ્લા શિક્ષણા ધિકારી ફરીદા વેલાની, સેલવાસની ડૉ. પ્રો. એ.પી. જે.અબ્દુલ કલામ કૉલેજના રામચંદ્ર જોષી, સરકારી માધ્યમિક સ્કુલ-ડાંગના અર્જુનસિંગ પરમાર, અડવોકેટ મેઘા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધાના વિજેતાઓમાં પ્રથમ સ્થાને વલસાડના નિમેષકુમાર સેવક, ડાંગના સુરજભાઈ ભીએ, રૂપલ ભાનુશાલી તેમજ પ્રેરણા પાટીલ જ્યારે દ્વિતીય સ્થાને વલસાડના લતા પટેલ, ડાંગના તૃપ્તી કાપડિયા દમણના હર્ષિલ ભંડારી તથા સેલવાસાના અંજલિ પટેલ આવ્યા હતા. આ વિજેતાઓ રાજ્ય કક્ષાએ ભાગ લેશે. આ કાર્યક્રમમાં વલસાડ, ડાંગ, દમણ અને સેલવાસના જિલ્લા યુવા અધિકારીઓ સામેલ થયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment