News
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા માટે નારગોલ ગ્રામ પંચાયતનો અનોખો નિર્ણય નવા બનેલા મકાનમાં સૌચાલય છે કે કેમ તેની ખાતરી કર્યા બાદજ પંચાયત દફતરે મકાન નોંધણી કરવામાં આવશે.
ગ્રામ પંચાયત નારગોલ દ્વારા સામાન્ય સભામાં અનોખો નિર્ણય લીધો છે જેમાં સૌચાલય સુવિધા ના હોય એવા મકાની નોંધણી પંચાયત દફતરે નહિ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાની નારગોલ ગ્રામ પંચાયત હર હંમેશ રચનાત્મક નિર્ણય લેવાના કારણે દેશભરની પંચાયતો માટે ઉદાહરણ પૂરી પાડતી આવી છે. તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીના પરિણામ બાદ પંચાયતની મળેલી પ્રથમ સામાન્ય સભામાં સરપંચ સ્વીટીબેન વાય. ભંડારીના પ્રમુખપણાં હેઠળ કેટલાક મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા. જેમાં આજદિન સુધી ગુજરાત સહિત દેશભરની ગ્રામપંચાયતમાં ક્યારે ન કરવામાં આવ્યો હોય એવો ઠરાવ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના સ્વચ્છ ભારત મિશનને સમર્થન આપતો ઠરાવ કરવામાં આવ્યો હતો
જે ઠરાવમાં "ગ્રામ પંચાયત ખાતે નવા મકાનની આકારણી કરતા સમયે નવા મકાનમાં સૌચાલયની સુવિધા છે કે કેમ તેની ખાત્રી કર્યા બાદ નવા મકાનમાં સૌચાલયની સુવિધા હોય તોજ મકાનની આકારણી કરવામાં આવશે" તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત નારગોલ વિસ્તારમાં ૨૦ માઇક્રોન્સથી ઓછી જણાય ધરાવતી પોલીથીનની થેલી પર પ્રતિબંધ મૂકવો અને વાપરનારાઓ સામે દંડ કરવો, રખડતા ઢોર માલિકો સામે દંડની કાર્યવાહી કરવી જેવા અનેક મહત્વના ઠરાવ કરવામાં આવ્યા હતા.વર્ષ 2008માં ગ્રામ પંચાયત નારગોલને નિર્મળ ગ્રામ પુરસ્કાર તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલના વરદહસ્તે હરિયાણાના હિસાર શહેર ખાતે પ્રાપ્ત થયો હતો." નારગોલ ગામના દરેક ઘરે શૌચાલયની સુવિધા હોય તે તેવા અભિગમથી નવા મકાન પંચાયત રહે નોંધણી કરતા પહેલા શૌચાલય હોવું જરૂરી છે તેઓ નિર્ણય અમારી પંચાયતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લીધો છે. સરપંચ સ્વીટીબેન વાય. ભંડારી.
Previous article
Next article
Leave Comments
Post a Comment