News
પારડીના પોલીસકર્મીને સુરતના કારચાલકે ઉડાવતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો
ઉમરસાડી કોસ્ટેલ હાઇવે પર કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરી બાઈક પર પોલીસ મથકે જઇ રહેલા પારડીના હેડકોન્સ્ટેબલને દમણ તરફથી પુર ઝડપે આવેતી સુરત પાર્સિંગની કારે પાછળથી ટક્કર મારતા ગંભીર રીતે ઘાયલા હેડકોસ્ટબલને સ્થાનિકો એ સારવાર માટે ખસેડ્યો હતો.જ્યારે ચાલકે ભાગવામાં કાર વીજ પોલ સાથે અથડાતા કાર મુકી ભાગી ગયો હતો.પોલીસને કારમાંથી 2 બોટલ દારૂ મળ્યો હતો.
પારડી પોલીસસ્ટશનમાં ફરજ બજાવતા મૂળ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના હેડ કોન્સ્ટેબલ કંચન મનસુખભાઈ ઠાકરે ગુરૂવારે કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ પૂર્ણ કરી બાઈક પર પારડી પોલીસ મથકે આવી રહ્યા હતા.ત્યારે ઉમરસાડી કોસ્ટેલ હાઇવે દેસાઈવાડ પાસે દમણ તરફથી પુરપાટ ઝડપે આવેલી અર્ટીકા કારના ચાલકે કંચનભાઈની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી કાર લઈ ત્યાંથી પૂરઝડપે ભાગી છૂટયો હતો. કારની ટક્કર લાગતા કંચન ભાઈ બાઈક સાથે હાઈવે પર ફંગોળાઈ ગયા હતા. જ્યારે અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવતા તેમને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક ઉમરસાડીની એક ખાનગી ક્લિનિકમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પારડી કુરેશી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અકસ્માતમાં હેડ કોન્સ્ટેબલ કંચનભાઈને માથામાં, મોં પર અને છાતીના ભાગે ફેક્ચર જેવી ગંભીર થતા પહોંચી છે.બીજી તરફ અકસ્માત સર્જી પૂર ઝડપે ભાગેલા કારચાલકે ફરી દોઢ કિલોમીટર આગળ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડ નીચે ઉતરી જઈ વિજપોલ સાથે ધડાકાભેર કારને અથડાવી કાર મૂકી ચાલક ભાગી છુટયો હતો. આ અંગેની જાણ પોલીસ કોંટ્રોલ રૂમને કરાતાં પોલીસે ઘટનાસ્થળે પહોચી કારની તલાસી લેતા કારમાંથી દારૂની બે બોટલો, મોબાઈલ ફોન અને આરસીબુક મળી આવતા તેના આધારે તપાસ કરતા કારનો માલિક નટવરલાલ મગનભાઈ પટેલ રહે ઇન્દ્રજીત એપાર્ટમેન્ટ ભટાર સુરત હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હાલ તો કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment