વાપી શહેરમાં કીયા તથા હુન્ડાઈ કંપનીના શો-રૂમમાં રાત્રીની ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી વલસાડ એલ.સી.બી ટીમ

વલસાડ એલ.સી.બી.ની ટીમ વાપી વિસ્તારમાં ના.ફ/વોન્ટેડ આરોપીને પકડવા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આ.હે.કો અજયભાઈ અમલાભાઈ નાઓને મળેલ બાતમીના આધારે મોજે. નામધા સ્ટારસીટી ભવાની માતાના મંદિરની પાછળ તળાવ પાસેથી વાપી ટાઉન પો.સ્ટે. ઇ.પી.કો.૪૫૭, ૩૮૦ ,૧૧૪ તથા ડુંગરા પો.સ્ટે.ઇ.પી.કો. ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ ગુન્હાનો વોન્ટેડ આરોપી મોહમદ અશપાક મોહમદ અન્જાર ઉર્ફે આલમ શેખ ઉ.વ.૧૯ રહે મુંબઈ કલ્યાણ મહારાષ્ટ્ર તથા હાલ.વાપી નામધા ભવાની માતાના મંદીરની પાસે ને  તા.૧૯/૦૨ /૨૦૨૨ના  સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઈ મુજબ તાબામાં લઇ આરોપીનો કબજો વાપી ટાઉન પો.સ્ટે.માં સુપ્રત કરેલ છે. 
ઉપરોક્ત આરોપી વાપી ટાઉન પો.સ્ટે.ની હદમાં આવેલ કીયા મોટર્સ તથા ડુંગરા પો.સ્ટેની હદમાં આવેલ હુન્ડાઈ કારના શો-રૂમમાં એક વર્ષ પહેલા રાત્રીની ઘરફોડ ચોરી થયેલી જેમાં આરોપીઓએ મોટી તીજોરીમાના રોકડા રૂપીયા તથા એક ટી.વીની ચોરી કરેલ હતી જે બન્ને ગુનાઓમાં આરોપી પોતા ની ધરપકડ ટાળવા સારૂ ભાગતો ફરતો હતો જે આરોપીને પકડવામાં એલ.સી.બી વલસાડની ટીમને મહત્વની સફળતા મળેલ છે.આ કામગીરીમાં વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદિપ સિંહ ઝાલા સા.નાઓની સુચના અને એલ.સી.બી. વલસાડના પો.ઇન્‍સ.શ્રી જે.એન ગોસ્વામી સા.ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. વલસાડના એ.એસ .આઈ અલ્લારખુભાઈ અમીરભાઈ વાની તથા આ.હે.કો અજયભાઈ અમલાભાઈ તથા અ.પો.કો પરેશભાઈ રઘજીભાઈ તથા અ.પો.કો રાજુભાઈ જીણાભાઈએ મહત્વની કામગીરી કરી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close