શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા વસંત પંચમી ઉત્સવની વર્ચ્યુઅલ ઉજવણી

 શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત વિવિધ શૈક્ષણિક એકમો દ્વારા વસંતપંચમી ઉત્સવ ની વર્ચ્યુઅલ ઉજવણી પ્રવર્તમાન સંજોગો આધીન કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓએ પોતાના ઘરે રહી ઓનલાઈન પ્લેટફોર્મથી ભાગ લીધો હતો. 
આપણા ભારતીય ઉત્સવો અને સંસ્કૃતિના વૈવિધ્ય સભર વારસાથી વિદ્યાર્થીઓ પરિચિત બને અને તેના મહત્વને સમજે એવા ઉમદા આશયથી શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવ, શ્રી સ્વામિનારાયણ ગુજરાત બોર્ડ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ, શ્રી સ્વામિ નારાયણ સી.બી.એસ.સી.સ્કૂલ શ્રીસ્વામિનારાયણ હાયર સેકન્ડરી અને ફાર્મસી કોલેજના સંયુક્ત ઉપક્રમેં વસંતપંચમી દિવસની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગ રૂપે જુ.કેજી.થી ધોરણ.1થી 12 તેમજ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. સરકારશ્રીના ગાઈડલાઈન નીને માન આપી ઉજવણી કરાઈ હતી. સાંસ્કૃતિક કાર્યક્રમના મુખ્ય હેડ આશાબેન દામાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના હેડ તેમજ શિક્ષકોની સુચના મુજબ વિદ્યાર્થી દ્વારા સરસ્વતી માતાની તથા ભગવાન સ્વામિનારાયણની છબી સામે પાઠ્યપુસ્તક ,નોટબુક પેન,પેન્સિલ મૂકી અને સરસ્વતી માતાજી નો શ્લોક બોલી વંદન કરી પૂજન કર્યું હતું.
 વિદ્યાર્થીના માતા-પિતા, વાલી પણ આ પૂજનમાં જોડાઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. જયારે સંતોની ઉપસ્થિતિમાં સંકુલમાં પીડા વસ્ત્રો પરિધાન કરી શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજમ મહા સુદ પાંચમના દિવસે ઊજવાતો હિંદુ તહેવાર છે . આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ,રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંતપંચમીનો તહેવાર શ્રી પંચમી તરીકે પણ ઉજવાય છે. હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. માનવ જીવન પ્રકૃતિથી જોડાયેલું છે. વસંતઋતુમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલતી હોય આ ઉત્સવનું સાંકૃતિક સાથે પ્રાકૃતિક મહત્વ પણ છે. 
વસંતપંચમી ઉત્સવ પ્રસંગે સંસ્થાના સ્થાપક પૂ. પૂરાણી સ્વામી તથા મેં.ટ્રસ્ટી પૂ.કપિલસ્વામી તથા પૂ.રામસ્વામીજીએ આશીર્વચન આપ્યા હતા. ઉજવણીને સફળ બનાવવા સંસ્થાના ડાયરેક્ટરશ્રી ઓ તેમજ શાળાના આચાર્યશ્રીઓ તેમજ સ્ટાફના દરેક શિક્ષકે ઉત્સાહભેર કામગીરી બજાવી હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close