યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયની તાલીમ શિબિર ઉદવાડા ખાતે યોજાઈ હતી.

વલસાડ જિલ્લા માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રિડા મંડળ તથા વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયની તાલીમ શિબિર ઉદવાડા ખાતે યોજાઈ હતી.

     તારીખ - ૨૭/૧૧/૨૦૨૪ ના રોજ ભગીની સમાજ ગર્લ્સ હાઇસ્કુલ, ઉદવાડા ખાતે વલસાડ જિલ્લા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળા ક્રિડા મંડળ તથા વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તમામ શાળાઓના યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય શીખવતા શિક્ષકોનીની તાલીમ શિબિર યોજાઈ હતી. 
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તથા વલસાડ જિલ્લા ક્રિડા મંડળના પ્રમુખશ્રી ડો. રાજેશ્રીબેન ટંડેલ, ઉપપ્રમુખશ્રી દીપકભાઈ આર. પટેલ / તુષાર સિંહ પરમાર, મંત્રીશ્રી યોગેશભાઈ બી.મહેલ સહમંત્રીશ્રી જયેશ એન ટંડેલ / રાજેશભાઈ વી. કેની કોષાધ્યક્ષશ્રી કેતનકુમાર એમ. દેસાઈ, જગદીશભાઈ પટેલ તથા ધર્મેશભાઈ ટી. પટેલ, અનવેષકશ્રી અશોકકુમાર ટંડેલ / પિયુષભાઈ કેપ્ટન તથા સંજયભાઈ વસાવા સલાહકારશ્રી દિપકભાઈ પટેલ, ધનસુખભાઈ ટંડેલ, સતિશભાઈ ઠાકોર, બાબુભાઈ તથા યજમાન શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન પટેલ, રણભૂમિના એડવોકેટ કેયુરભાઈ પટેલ, નરેશભાઈ કોષિયા, યોગગુરુ તથા યોગ તજજ્ઞશ્રી કિશોરભાઈ, વોલીબોલ તજજ્ઞ નીતિનભાઈ, કબડ્ડી તજજ્ઞ બાબુભાઈ પટેલ, ખો -ખો તજજ્ઞ જગદીશભાઈ પટેલ તથા રસ્સાખેંચ તજજ્ઞ ભાસ્કરભાઈ ટંડેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 
કાર્યક્રમની શરૂઆત સવારે ૭:૦૦ ( સાત ) કલાકે યોગ તજજ્ઞ કિશોરભાઈના સાનિધ્યમાં વલસાડ જિલ્લાના વ્યાયામ શિક્ષક ભાઈઓ / બહેનોને યોગ કરવામાં આવ્યા હતા. સૌ પ્રથમ હળવી કસરતો, વિભિન્ન પ્રકારના આસનો તથા પ્રાણાયામ કરાવી થતાં ફાયદાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા શિક્ષણઅધિકારી ડો. રાજેશ્રીબેન ટંડેલ આ યોગ સેશનમાં હાજર રહી ઉત્સાહમાં વધારો કર્યો હતો. 
યોગ સેશન પત્યાબાદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી રાજેશ્રીબેન ટંડેલ તથા આમંત્રિત મહેમાનશ્રીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. રાજેશ્રીબેનએ પ્રસંગને અનુરૂપ બાળકોના સર્વાંગી વિકાસ માટે રોજ શાળામાં એક- બે પિરિયડ વ્યાયામ શિક્ષક બાળકો સાથે રમવા ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. વધુમાં જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ આધારિત આપણી ભૂલાઈ ગયેલી આપણા દેશની દેશી રમતોને પ્રાધાન્ય આપ્યું હતું. દેશી રમતો દ્વારા બાળકોનો શારીરિક / માનસિક વિકાસ થાય છે એવું જણાવ્યું હતું. આ વર્ષે વલસાડ જિલ્લા શાળા ક્રિડા મંડળ દ્વારા બાવન ( ૫૨ ) મો વાર્ષિક રમોત્સવની ઉજવણીના ભાગરૂપે પૂર્વ તૈયારી કરવાની છે એવું જણાવ્યું હતું. અને વધુમાં વધુ શાળાઓ ભાગ લઈ એવી તાકીદ કરી હતી. મેડમના પ્રવચન બાદ વોલીબોલ તજજ્ઞશ્રી નીતિન સાહેબે વોલીબોલ રમતના નવા નીતિ - નિયમોથી માહિતગાર કર્યા હતા. વધુમાં જણાવ્યું કે વલસાડ જિલ્લા વોલીબોલ ક્ષેત્રે અનેક પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી નેશનલ લેવલે તથા રાજ્ય લેવલે વલસાડ જિલ્લાના વોલીબોલ ખેલાડીઓ જે મેડલો પ્રાપ્ત કર્યા છે એનાં ઉપર પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ ઇન્ટરનેશનલ રેફરી શ્રીબાબુભાઈએ કબડ્ડી રમતના નવા નિયમો જે ઘડાયેલા છે એની સંપૂર્ણ માહિતી આપી હતી. 
ખો - ખો તજજ્ઞશ્રી જગદીશભાઈ પટેલે તથા ભાસ્કરભાઈ ટંડેલ રસ્સા ખેંચ તજજ્ઞએ વિસ્તૃત ચર્ચા કરી હતી. આમ શાંતિમય વાતાવરણ વચ્ચે યોગા સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયની તાલીમ શિબિર સંપન્ન થઈ હતી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close