News
બી.આર.જે.પી. પારડીવાલાની સ્કૂલે અંડર - ૧૯ 1st મહિલા " ઉલ્લાસ કપ " ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ વિજેતા બન્યા.
ઉલ્લાસ જીમખાના અતુલ સંચાલિત ઇન્વિટેશન ફર્સ્ટ મહિલા " ઉલ્લાસ કપ " ક્રિકેટ ટુર્નામેન્ટ - ૨૦૨૪- ૨૫ તારીખ - ૨૫/૧૨/૨૦૨૪ના રોજ અતુલ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં કુલ ચાર સ્કૂલની ટીમોએ ભાગ લીધો હતો.
આ પહેલીવાર મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા પાછળનું મુખ્ય કારણ એ છે કે વલસાડ જિલ્લાની મહિલાઓ ક્રિકેટમાં રસ ધરાવી ભવિષ્યમાં રણજીત ટ્રોફી, આઈ. પી. એલ તથા ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી વલસાડ જિલ્લાનું નામ રોશન કરે એવો આશય છુપાયેલો છે. વલસાડ જિલ્લા ક્રિકેટના ભીષ્મપિતામાં એવા કમલસર, જે.ડી. પટેલ તેમજ અન્ય સાથી મિત્રોનાં અથાક પ્રયત્નો થકી આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવી નથી ઉપરાંત સવારનો નાસ્તો, બપોરનું ભોજન સાથે દરેક પ્રકારની સુવિધા આપવામાં આવી હતી. માતાજીના આશીર્વાદ થકી ખેલાડીઓને કોઇપણ પ્રકારની ક્ષતિ ન થવાં પામી. આ રીતે વલસાડ જિલ્લામાં મહિલાઓને આગળ વધવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. સૌપ્રથમ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા ઉતરેલી ટીમોએ ઇન્ટરનેશનલ નિયમોનું પાલન સાથે રમતનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંતે બી.આર.જે.પી સ્કૂલ, પારડી તથા આર.એમ.વી.એમ. સ્કૂલ, વલસાડની ટીમોએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આર.એમ.વી.એમ. ની ટીમે ટોર્સ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. નિર્ધારિત ૧૦ ઓવરની મેચમાં ૬૧ રન બનાવ્યા હતા. આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બી.આર.જે.પી સ્કૂલની ટીમે માત્ર એક વિકેટનાં નુકશાને ફાઇનલ વિજેતા હાંસલ કરિયો હતો.બેસ્ટ બેસ્ટમેન હીયા પટેલ ( પારડી કેપ્ટન ), મેન ઓફ ધ સીરીઝ પલ પટેલ ( વલસાડ ), મેન ઓફ ધ મેચ પલ મપારા ( પારડી ), બેસ્ટ ફિલ્ડર ખુશી માંગેલા ( વલસાડ ) , બેસ્ટ બોલર પલ મપારા ( પારડી ). ફાઇનલ ટ્રોફી, ઉપવિજેતાટ્રોફી તથા અન્ય ઇનામો આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ટ્રોફી દિપકભાઈ પટેલ ડી.સી.ઓ. પારડી તથા પ્રોત્સાહિત ટ્રોફી દરેક ટીમોને અશોકભાઈ ટંડેલ તરફથી આપવામાં આવી હતી. કમલસર, જે.ડી. પટેલ તથા અન્ય સાથી મિત્રોના સહિયારા પ્રયાસો થકી આ પ્રથમ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ સફર બની હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મહિલા ક્રિકેટરોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ ધ પારડી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટીઓ તેમજ શાળાના આચાર્ય શ્રીમતી ડૉ . ચંચલા ભટ્ટ તથા સમગ્ર શાળા પરિવારે શાળાના વ્યાયામ શિક્ષકશ્રી અશોક ટંડેલ તેમજ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment