News
૧૪મી એન. એસ. કે. એ. નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં પારડી તાલુકાના કરાટેવિરોનો ઉત્કૃષ્ટ દેખાવ રહ્યો.
આણંદ યુગપુરુષ સ્વામી વિવેકનંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ આયોજિત ૧૪મી NSKA નેશનલ કરાટે ચેમ્પયનશિપમ યોજાઈ હતી. જેમાં ભારતભરના વિવિધ સ્થળેથી આવેલા ૧૨૦૦ થી વધુ કરાટેકાઓએ ભાગ લીધો હતો.
વલસાડ જિલ્લા તરફથી DSSKAI ના પ્રમુખ શિહાન વિગ્નેશ પટેલ અને જનરલ સેક્રેટરી શિહાન હિતેશ પટેલ, સેન્સઈ પૂર્વાંગ પટેલ, સેન્સઈ કેવિન પટેલ તથા સેમ્પાઈ ચેતન પટેલ અને સેમ્પાઇ યુગ પટેલના માર્ગદર્શન હેઠળ તાલીમ લેતા ૧૨ કરાટેવિરો ભાગ લીધો હતો. અને કરાટેકાઓએ સોથી સારુ પ્રદર્શન કરી
( ૪ ) ગોલ્ડ મેડલ, ( ૫ ) સિલ્વર મેડલ તથા ( ૪ ) બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. આ સ્પર્ધામાં કુમિતે ઇવેન્ટમાં ધ્યાની પટેલ ગોલ્ડ મેડલ, અથર્વ પારીક ગોલ્ડ મેડલ, આર્યન હિરવાણી ગોલ્ડ મેડલ અને જાહન્વી ગવળી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ગ્રેસી પેટ સિલ્વર મેડલ, સાગ્નિક પતિ સિલ્વર મેડલ, હ્રિહાન મોદી સિલ્વર મેડલ, ધ્રુમિલ પટેલ સિલ્વર મેડલ અને ઋષિતરાજ ચૌરસિયાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. અદિત્રી છોકરો બ્રોન્ઝ મેડલ, સની દધાણીયા બ્રોન્ઝ મેડલ, શૌવિક ચૌધરી બ્રોન્ઝ મેડલ અને ઋતુરાજ ચૌરસિયાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આમ કરાટેવિરોએ રાજ્ય કક્ષાએ મેડલ્સ જીતી પારડી તાલુકા તથા વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. હેંસી કલ્પેશ મકવાણા (પ્રમુખ એન. એસ. કે. એ. & કે. ડી. એફ.) જેઓએ વિનરઓને મેડલ અને સર્ટિફિકેટથી નવાજી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment