News
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ગૌ પૂજન અને ગૌ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું
સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ તાલુકા વાપી ખાતે ઉતરાયણ પર્વ નિમિત્તે ગૌ પૂજન અને ગૌ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સલવાવ ગુરુકુળનાં સંતોના સાનિધ્યમાં આયોજિત આ ગૌ પૂજન તથા ગૌવ યજ્ઞમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા. બ્રાહ્મણનાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ગૌશાળા માં ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું. મંત્રોચ્ચાર સાથે ગાયોનું પૂજન થતા દિવ્ય માહોલ સર્જાયો હતો.
યજ્ઞમાં પણ મોટી સંખ્યામાં ભક્તોએ સંમિધ પુરી તેનો લાભ લીધો હતો. પૂજ્ય કપિલ સ્વામીજીએ ગૌ પૂજન નું મહત્વ સમજાવ્યું હતું. ગાય એ આપણા સર્વની માતા છે અને ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. તેથી ગૌ પૂજન એ એક પ્રકારે સર્વ દેવતાઓનુ પૂજન છે. આ ઉપરાંત ગાયના દૂધની સાથે મળમૂત્રનું ઔષધીય મહત્વ અંગે સુંદર માહિતી આપી હતી. આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓને તલના લાડુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું.આ ગૌ પૂજન વિધિમાં પૂજ્ય પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી, પૂજ્ય રામ સ્વામી પૂજ્ય હરિસ્વામી પૂજ્ય માધવ સ્વામી, સંચાલક મંડળના શ્રી બાબુભાઈ, શ્રી હરેશભાઈ, શ્રી મનસુખભાઈ, શ્રી ભગવાનભાઈ, શ્રીમતી જયશ્રીબેન, શ્રીમતી દયાબેન શ્રીમતી યોગીનીબેન સહિત મહાનુભાવો જોડાયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment