જીપીસીબી કચેરી સરીગામના ૧૦૦ ફૂટ અંતરે જ કોઈક ઉદ્યોગના પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી ચેમ્બરમાથી ખુલ્લી જાહેર જમીનમાં ફરી વળવા પામ્યાં. પરંતુ સ્થાનિક જીપીસીબી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં ?.


 
સરીગામ: તા અનિશ શેખ દ્વારા ઔદ્યોગિક વસાહતના CETP ( Common Effluent Treatment Plant ) પાઇપલાઇનના ચેમ્બરમાંથી પ્રદૂષિત પાણી લીક થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ લીકેજના કારણે ભૂગર્ભ જળ, ખેતરો, અને પીવાના પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થવાના સમાચાર સામે આવ્યા છે, જે સ્થાનિક પર્યાવરણ અને લોકોના આરોગ્ય માટે મોટો ખતરો છે. 
યુવા શક્તિ સંગઠનના પ્રમુખ મિતેશ પટેલે જણાવ્યુ કે આ પરિસ્થિતિએ પર્યાવરણીય કાયદાઓનો ભંગ કર્યો છે, જેમાં "એનજીટી અધિનિયમ, 2010" અને "પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986"નો સમાવેશ થાય છે. આ ઘટનાને લઈ તાત્કાલિક પગલાંની માંગણી કરવામાં આવી છે.
સરીગામ ઔદ્યોગિક વસાહતમાં CETP પાઇપલાઇનના ચેમ્બરમાંથી લીકેજની થયેલ ફરિયાદમાં મુખ્ય માંગણીઓમાં CETP પાઇપલાઇનના લીકેજની તાત્કાલિક મરામત કરવામાં આવે, પ્રદૂષિત ભૂગર્ભ જળ અને જમીનની સંપૂર્ણ સફાઈ (remediation) થાય, પ્રદૂષણની જવાબદારી નક્કી કરવા માટે ચોક્કસ તપાસ થાય, પ્રદૂષણ માટે જવાબદાર કંપનીઓ સામે કડક પગલાં લેવામાં આવે, પ્રભાવિત નાગરિકોને વળતર અપાય. તેમજ ફરિયાદમાં કાયદાકીય ચેતવણી આપતા ફરીયાદકર્તા મિતેશભાઈ પટેલે સ્પષ્ટતા કરી છે કે જો આ મામલે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય, તો National Green Tribunal (NGT) અને સંબંધિત કોર્ટમાં અરજીઓ દાખલ કરવામાં આવશે.
સરીગામ ઔદ્યોગિક વસાહતમાં CETP પાઇપલાઇનના ચેમ્બરમાંથી લીકેજ પ્રદુષિત પાણીની છબી અને વિડિઓ તેમજ સ્થળની સ્થિતિને જોતાં સ્પષ્ટ દર્શાવે છે. આ ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં રોષ અને ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. સરીગામ ઔદ્યોગિક વસાહતના CETP (Common Effluent Treatment Plant) પાઇપલાઇનના ચેમ્બરમાંથી પ્રદૂષિત પાણી લીક થવાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં મહત્વના પ્રશ્નો ઉઠી રહ્યા છે કે પર્યાવરણીય વ્યવસ્થાનો અમલ શું ફક્ત કાગળ પર મર્યાદિત છે ? આ મુદ્દે સરકાર અને સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક પગલાં લેવા અનુરોધ છે.
સરીગામ GPCB ના ન્યાયઈક કાર્યવાહી કરનારા RO ત્રિવેદી CETP અને નોટિફાઈડ ની ઘોર બેદરકારી સામે કેમ મૌન ધારણ કરીને બેઠા છે..?
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close