શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા ડેડીયાપાડા સાગબારામાં 16 મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો.

શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા ડેડીયા પાડા સાગબારા તાલુકાના 16 ગામડાઓમાં 16 જેટલા મંદિરો તૈયાર કરી તેની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 8 અને 9 ફેબ્રુઆરીના રોજ ભવ્યતા અને દિવ્યતાથી સાધુ સંતો ભક્તો સત્સંગીઓને હાજરીમાં ઉજવાઈ ગયો.
શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસ એ દ્વારા આદિવાસી વિસ્તારમાં લોકોનું જીવન વ્યસન મુક્ત બની ધાર્મિક વૃત્તિ તરફ દોરાઈ અને ઉત્તમ જીવન તરફ પગરણ માંડે તે માટે મંદિર નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થતા રહે છે. સંસ્થા દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા ધરમપુર તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા ગામોમાં 60 જેટલા મંદિર નિર્માણ કરી તેમાં સનાતની દેવી-દેવતાઓની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
હાલ ડેડીયાપાડા સાગબારા તાલુકાના 16 ગામડાઓમાં બીજા 16 મંદિરો તૈયાર કરી તેમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 8 અને 9 ફેબ્રુઆરી ના રોજ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો.મુખ્ય કાર્યક્રમ જાનકે આશ્રમ ખોખરા ઉંમર ડેડીયાપાડા ખાતે યોજાયો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 
આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના પૂજ્ય કપિલ સ્વામી, પૂજ્ય રામ સ્વામી, પૂજ્ય હરિસ્વામી, પૂજ્ય માધવ સ્વામી વડતાલ થી પૂજ્ય નૌતમ સ્વામી,
હાલોલ થી પૂજ્ય સંતપ્રસાદ સ્વામીજી, રાજપીપળા થી પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામીજી ઉપરાંત નર્મદા જિલ્લાના સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા, ધર્મજાગરણ પ્રાંત સંયોજક ગુજરાતના શ્રી ધર્મેશભાઈ મહેતા, જાનકી આશ્રમ ખોખરા ઉંમરના સંયોજક સોનજીભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. 
આ પ્રસંગે સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close