News
વાપી રેલવે પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી અને ગુમ થયેલા કુલ 51 મોબાઇલ કિં. રૂ. 8.67 લાખ રિકવર કરી મૂળ માલિકોને પરત આપવાની કામગીરી હાથ ધરી હતી.
ગાંધીનગરના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી અન્વયે ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક પરિક્ષીતા રાઠોડ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી પશ્ચિમ રેલ્વે વડોદરાની સૂચનાના આધારે રેલવે વિભાગ માંથી ચોરી તેમજ ગુમ થયેલ ફોન રીકવર કરી ફરિયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત આપવા માટે તેમજ વખતો વખત ચોરી થયેલ કોનને સીઇઆઇઆર પોર્ટલનો ઉપયોગ કરી ગુનાઓ શોધી કાઢવા માટે સુચના અપાઇ હતી.
તેના આધારે પશ્ચિમ રેલવે સુરત વિભાગના પોલીસ અધિક્ષક ડી. એચ.ગૌર તથા વલસાડ ના પીઆઇ એમ.બી. વસાવાના માર્ગદર્શનથી વાપી રેલવે પોલીસના કર્મીઓએ જુલાઇ 2024થી જાન્યુઆરી 2025 સુધીના સીઇઆઇઆર પોર્ટલથી ટ્રેસ કરી ગુમ અને ચોરીમાં ગયેલા કુલ 51 મોબાઇલ કિં. રૂ. 8,67,000 રીકવર કરી રવિવારે જે તે ફરિયાદીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને સોંપવાની કામગીરી કરાઇ હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment