વલસાડ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાના સુવ્યવસ્થિત વ્યવસ્થા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો. રાજેશ્રી ટંડેલના નેજા હેઠળ બી.આર.જે. પી. સ્કૂલમાં સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની મીટીંગ મળી હતી.

બી.આર.જે.પી. પારડીવાલા સ્કૂલમાં વલસાડ જિલ્લામાં ધોરણ -૧૦ અને ૧૨ની પરીક્ષાના સુવ્યવસ્થિત વ્યવસ્થા, આયોજન અંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો. રાજેશ્રી એલ. ટંડેલના નેતૃત્વ હેઠળ સ્થળ સંચાલકો અને સરકારી પ્રતિનિધિઓની બેઠક મળી હતી. 
જેમાં વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો. રાજેશ્રી ટંડેલ, ડો. બિપીનભાઈ બી. પટેલ ( ઉચ્ચતર માધ્યમિક ઝોનલ અધિકારી, વલસાડ ), શ્રી ગુલાબચંદ્ર લુહાર (માધ્યમિક જનરલ( ઝોનલ અધિકારી, વાપી ), શ્રી સંદીપભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ ( નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી તથા રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ સરકારી માધ્યમિક શિક્ષક સંઘ વલસાડના પ્રમુખશ્રી સુરેશભાઈ વસાવા સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત શાળાની બાળાઓ મારફતે પ્રાર્થના ત્યારબાદ આમંત્રિત મહેમાનશ્રીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી બાદમાં આમંત્રિત મહેમાનશ્રીઓને શાળાના આચાર્યશ્રી શ્રીમતી ડૉ. ચંચલા ભટ્ટએ તમામ મહેમાનોને બુકે તથા પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. ગુજરાત માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ગાંધીનગર દ્વારા લેવાનાર એસ.એસ.સી અને એચ.એસ.સી ( વિજ્ઞાન પ્રવાહ / સામાન્ય પ્રવાહ ) ફેબ્રુઆરી / માર્ચ - ૨૦૨૫ રેગ્યુલર /રીપીટર / ખાનગી / પ્રથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષા તારીખ - ૨૭/૨/૨૦૨૫ થી ૧૭/૩/૨૦૨૫ સુધી લેવાના છે. જે સંદર્ભે બી. આર. જે. પી. પારડીવાલા સ્કૂલ, પારડી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો. રાજેશ્રી એલ. ટંડેલના અધ્યક્ષતામાં બે સેશનમાં પરીક્ષાના સુચારુ આયોજન, તાલીમ અને માર્ગદર્શન સંદર્ભે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડો. રાજેશ્રી દ્વારા પરીક્ષાલક્ષી તમામ આનુસંગિક બાબતોને આવરી લઈ પરીક્ષામાં સુચારુ આયોજન કરી પરીક્ષાની તમામ કામગીરી તટસ્થ રીતે કરવા સંબંધીત તમામ સ્થળ સંચાલકશ્રીઓ / સરકારી પ્રતિનિધિશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન પરીક્ષા સ્થળે કોઈપણ વિદ્યાર્થીને તકલીફના પડે તે અંગેની જરૂરી તકેદારી રાખવા પણ સૂચના આપી. તમામ પરીક્ષાર્થીઓને પરીક્ષા માટે શુભકામનાઓ આપી હતી. એસ.એસ.સી ના સરકારી પ્રતિનિધિઓ અને સ્થળ સંચાલક્ષશ્રીઓને ઝોનલ અધિકારીશ્રી જી. એફ. લુહાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી. એચ.એસ.સી ના સરકારી પ્રતિનિધિઓને અને સ્થળ સંચાલકશ્રીઓને ઝોનલઅધિકારીશ્રી ડો. બિપીનભાઈ બી. પટેલ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. પેપર બોક્ષ , ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન બાબતે જોનલ અધિકારીશ્રી એસ.એસ. પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન પ્રથમ સેશનમાં ૧૩૨ સરકારી પ્રતિનિધિઓ અને બપોરના સેશનમાં તમામ પરીક્ષા બિલ્ડીંગના ૧૫૧ સ્થળ સંચાલકશ્રીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close