News
"લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગ નગર દ્વારા DISASTER MANAGMENT WORKSHOP નુ સફળ આયોજન"
ઇમર્જન્સી રેસક્યુ ફોર્સ ના સહયોગથી લાયન્સ ઉપાસના હોલ ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રમુખ લાયન પ્રવિણાબેન શાહે સ્વાગત પ્રવચન સાથે જણાવ્યું કે, કટોકટીની પરિસ્થિતિ જેવી કે અકસ્માત સર્જાય, આગ લાગે, ઊંડા પાણીમાં ડૂબી જવાય, આસપાસ સાપ અથવા તો જંગલી પ્રાણીઓ દેખાય ત્યારે એ સ્થિતિને ગભરાયા વગર કેવી રીતે સંભાળવી..? તેની પાયાની જાણકારી માટે એક પ્રોગ્રામ કરવાનું વિચાર્યું.
ઇમરજન્સી રેસક્યુ ફોર્સના કમાન્ડો શ્રી મુકેશ ઉપાધ્યાય નો સંપર્ક કર્યો. તેમણે ખૂબ જ સરળ ભાષામાં પાયા નું જ્ઞાન આપ્યું.
ઘરમાં જ હાથવગી વસ્તુઓ જેવી કે ચાદર, લાકડી, સાડી, દુપટ્ટા નો ઉપયોગ બચાવ કાર્યમાં કેવી રીતે કરી શકાય તેનું પ્રેક્ટીકલ જ્ઞાન આપ્યું.
ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પરેશ પટેલે વર્કશોપ ને ઉદ્ઘધાટિત જાહેર કરી, પ્રમુખ પ્રવિણાબેન અને લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગ નગર ની ટીમને અભિનંદન આપ્યા.
ડિસ્ટ્રિક્ટ જીએસટી કો-ઓર્ડીનેટર લાયન પ્રિયંકાબેન રાવલે જણાવ્યું કે સુરત થી લઈને ઉમરગામ સુધી ડિસ્ટ્રિક્ટ ની 100 જેટલી લાયન્સ ક્લબોમાં થી, વાપી ઉદ્યોગનગર કલબે સૌ પ્રથમ વાર આવો જાગૃતિ કરણનો સરાહનીય કાર્યક્રમ કર્યો છે. આ કાર્યક્રમને વધુમાં વધુ સમાજમાં ફેલાવવા વિનંતી કરી હતી.રીજન ચેરપર્સન લાયન મીનાક્ષી એ જણાવ્યું કે ઘરમાં કે સોસાયટીઓમાં વર્ષોના વર્ષો Fire extinguisher🧯 લગાવેલા હોય છે અને તેની એક્સપાયરી ડેટ પણ હોય છે તે અમને આજે ખબર પડી.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરપર્સન લાયન રોહિત સોમપુરા, લાયન કમલેશ પટેલ, સેક્રેટરી લાયન હેમલતાબેન માર્બલી, પ્રિન્સિપલ શ્રી હરિકેશ શર્માએ ભારે જહેમત ઉઠાવી હતી.લાયન્સ ઉપાસના સ્કૂલનો ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ, લાયન્સ બ્લડ બેન્ક સ્ટાફ, લાયન્સ આય હોસ્પિટલ સ્ટાફ.. વગેરે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ રહ્યો હતો.ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સભ્યોએ ખૂબ જ સરાહના કરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment