News
મુંબઈમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા ઈન્સ્પાયર એજ્યુકેશનલ સમિટમાં ગુજરાતના શિક્ષકો ઓએ પ્રતિનિધિત્વ કર્યું.
કોટક એજ્યુકેશનલ ફાઉન્ડેશને ચેમ્બુર, મુંબઈમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્પાયર એજ્યુકેશનલ સમિટ - ૨૦૨૫ નું આયોજન કર્યું હતું.
જેમાં ગુજરાત રાજ્ય વલસાડ જિલ્લામાંથી મમતાબેન જાની, હિરલબેન પટેલ, મેઘા પાંડે, અમિત સિંહ સોલંકી, હિતેશ ટંડેલ, પ્રકાશભાઈ દળવી, અનીલ ગાયકવાડે તથા જતીનભાઇ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિ-દિવસીય વર્કશોપમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એજ્યુકેશનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ ટેક્નોલોજીઓની વિસ્તૃત માહિતી આપવામાં આપવામાં આવી હતી. આ સમિટમાં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર ,રાજસ્થાન, દિલ્હી, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ તથા અન્ય રાજ્યોના વિદ્વાનોએ ચર્ચામાં ભાગ લીધો હતો. શિક્ષણમાં એઆઈ ( AI ) ના ઉપયોગની સાથે તેની અસરો અને આડ અસરો પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. AI એ આપણા રોજિંદા જીવનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને આપણે તેનો ઉપયોગ સ્વીકારવો પડશે પરંતુ સાવધાની સાથે. આપણે AI ના મહત્વને નકારી શકીએ નહીં પરંતુ તે ક્યારેય શિક્ષકનું સ્થાન લઈ શકતું નથી. જો દરેક વ્યક્તિ AI નો ઉપયોગ કરીને શૈક્ષણિક કાર્ય કરે છે, તો તેણે ભીડથી પોતાને અલગ કરવા માટે કંઈક અલગ કરવું પડશે. સાથે મુંબઈમાં આવેલ પ્રખ્યાત મ્યુઝિયમની મુલાકાત બાદ મુંબઈ દર્શન કર્યા હતા. કોટક ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ વૈવિધ્યસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત ભરમાંથી આવેલ તમામને ઉચ્ચ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી હતી. સમાપન સમારોહમાં પધારેલ મુખ્ય અધિકારીશ્રી અભિનવ ગોપાલજીએ શૈક્ષણિક સમિટ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment