News
હાલે ગરમીની શરૂઆત થઇ ગઈ છે તો અને થોડાજ મહિના માં ચોમાસા ની શરૂઆત થઇ જછે તો બાળકો ભણછે કઇ રીતે ની ચિંતા ગામના વાલીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો વહેલી તકે શાળાનું બાંધકામ ચાલુ કરવામાં ન આવે તો આગામી દિવસોમાં ગામના વાલીઓ અને એસ.એમ.સી સમિતિ સાથે ચર્ચા કરી વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને સ્કૂલની તાળાબંધી કરવાની ફરજ પડશે
રાજપુર તલાટ ગામની પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી જ્યાં બાળકો ગ્રામપંચાયત માં બેસી ને અભ્યાસ કરવા મજબુર થયા છે જ્યાં ભણશે ગુજરાત બોલશે ગુજરાતનું સૂત્ર ચરિતાર્થ થતું નથી
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ દ્વારા :- ડિસેમ્બર 2023માં જર્જરિત સ્કૂલનુ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને આજદિન સુધી બનાવવાની શરૂઆત પણ કરવામાં આવી નથી તો ચોમાસા દરમિયાન બાળકો ને ક્યાં બેસાડી અભ્યાસ કરાવવામાં આવછે
રાજપુર તલાટ ગામના અગ્રણી મુન્નાભાઈ અને એસએમસી પ્રમુખ દ્વારા કરેલ ફરિયાદના આધારે આજરોજ રાજપુરી તલાટ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી
ટોટલ 115 વિધાર્થીઓ અભ્યાસ કરે છે જેમાં ધોરણ 1 થી 2 ના વિદ્યાર્થીઓ બાલવાટિકા ની ઓફિસ માં અભ્યાસ કરવા મજબુર છે
ધોરણ -3 થી 5 ના બાળકો પ્રાર્થના હોલ માં બેસી ને અભ્યાસ કરવા મજબુર છે
ધોરણ-6 થી 7 ના વિદ્યાર્થીઓ ગ્રામપંચાયત માં અને ધોરણ-8 ના વિદ્યાર્થીઓ બાળ વાટિકા ઓફિસની ઉપર બેસી ને અભ્યાસ કરવા મજબુર બન્યા છે
Previous article
Next article
Leave Comments
Post a Comment