ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ છે.નિમિતે વાપી ભારતીય જનતા પાર્ટી ના લઘુમતી મોરચાની ટીમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

ભારતીય જન સંઘના સ્થાપક રાષ્ટ્રપ્રેમી,પ્રખર શિક્ષાવિદ તેમજ સ્વતંત્ર ભારતના પ્રથમ ઉદ્યોગ પ્રધાન, 'રાષ્ટ્ર પ્રથમ' ના મંત્રને આજીવન વળગી રહેનાર ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની આજે જન્મજયંતિ છે.
 આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાની નવી ઉમેરાયેલી ટીમે વિવિધ કાર્યક્રમો યોજી  ડો.સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી 
અને લઘુમતી સેલના પ્રમુખ એ જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા માટે જેમણે પોતાનુ બલિદાન આપ્યું હતું અને 'એક રાષ્ટ્ર, એક નિશાન, એક સંવિધાન' ના પ્રણેતા, ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર.શ્યામા પ્રસાદ મુખર્જી ને તેમની જન્મજયંતિ પર હું નમન કરું છું.
આજના દિવસે લઘુમતી મોરચાની ટીમ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર વૃક્ષારોપણ કર્યું હતું માસ્કનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે વાપી નગરપાલિકાના સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી વાપીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા

Previous article
Next article

1 Comments

  1. Positive site, where did u come up with the information on this posting? I'm pleased I discovered it though, ill be checking back soon to find out what additional posts you include. mega888 apk

    ReplyDelete

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close